સોનાક્ષી સિન્હાને અચાનક અમૃતસર જવું પડયું

સોનાક્ષી સિન્હાને અચાનક અમૃતસર જવું પડયું
અત્યારે ટીવી રિયાલિટી શો `ઓમ શાંતિ ઓમ'માં જજ તરીકેની જવાબદારી નિભાવી રહેલી સોનાક્ષી સિન્હાને ઓચિંતા જ તેની આગામી ફિલ્મ `હેપી ભાગ જાયેગી'ના દિગ્દર્શક મુદ્સર અઝીઝની આગામી ફિલ્મના શૂટિંગ માટે અમૃતસર જવું પડયું હતું. સોનાક્ષીને અચાનક જ જવાનું કારણ એ હતું કે ફિલ્મના સર્જકો બીજી કોઈ તારીખો વર્ક-આઉટ કરી શક્યા ન હતા. તેમણે સોનાક્ષીને ફોન કરી તાત્કાલીક અમૃતસર પહોંચવા જણાવ્યું હતું.
પોતાના અન્ય કાર્યક્રમો અધવચ્ચે જ છોડીને અમૃતસર જવાનું થતાં સોનાક્ષીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને તેમાં પણ `ઓમ શાંતિ ઓમ'ના ફાઇનલ કાર્યક્રમનું શૂટિંગ થવાનું હોવાથી સોનાક્ષીની તકલીફોમાં વધારો થયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer