નવાઝુદ્દીન બનશે અનિલ શર્માની ફિલ્મનો `િજનિયસ''

નવાઝુદ્દીન બનશે અનિલ શર્માની ફિલ્મનો `િજનિયસ''
નિર્માતા-દિગ્દર્શક અનિલ શર્માની આગામી સાયન્સ ફિક્શન રોમાન્સ ફિલ્મ `િજનિયસ'માં પ્રતિભાશાળી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને લેવામાં આવ્યો છે. નવાઝુદ્દીન સમક્ષ જ્યારે અનિલ શર્માએ ફિલ્મની ક્રિપ્ટ રજૂ કરી ત્યારે તે સાંભળતાં જ નવાઝ રોમાંચિત થઈ ઊઠયો હતો અને તેણે તરત જ ફિલ્મના મુખ્ય પાત્ર એવા `િજનિયસ' બનવાની હા પાડી દીધી હતી.
ફિલ્મમાં નવાઝ 180થી વધુ આઈક્યુ (બુદ્ધિઆંક) ધરાવતો જિનિયસ બનશે. હાલ ફિલ્મનું 40 દિવસનું શૂટિંગ ઉત્તર ભારતમાં ચાલુ છે. આ ફિલ્મ દ્વારા અનિલનો પુત્ર ઉત્કર્ષ બૉલીવૂડમાં પદાર્પણ કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer