આમિરનો ટીવી શો વિલંબમાં

આમિરનો ટીવી શો વિલંબમાં
આમિર ખાને છેવટે રહી રહીને એ વાતનો ફોડ પાડયો છે કે શા માટે તેનાં સામાજિક જાગૃતીકરણ માટેના ટીવી શો `સત્યમેવ જયતે'ની આગામી સિઝન વિલંબમાં પડી છે. એવી અટકળો વહેતી થઈ હતી કે આમિર તેની લેટેસ્ટ ફિલ્મ `ઠગ્સ અૉફ હિન્દુસ્તાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેથી ટીવી માટે સમય ફાળવી શક્યો નથી.
જોકે હકીકત કંઈ જુદી જ છે. આમિરે જણાવ્યું હતું કે મારી `સત્યમેવ જયતે'ની ટીમનો દરેક સભ્ય અત્યારે `વૉટર પ્રોજેક્ટ'માં વ્યસ્ત છે. તેઓ આ પ્રોજેક્ટ માટે પોતાના કીમતી સમયનો ભોગ આપી રહ્યા છે અને તેને કારણે જ `સત્યમેવ જયતે'ની આગામી સિઝનમાં વિલંબ થઈ રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer