શેખર સુમન બનાવશે કાશ્મીરના `પથ્થરમારો'' પર ફિલ્મ

શેખર સુમન બનાવશે કાશ્મીરના `પથ્થરમારો'' પર ફિલ્મ
શેખર સુમને 2014માં તેના પુત્ર અધ્યયનને લીડ રોલમાં લઈ મેડિકલ થ્રીલર `હાર્ટલેસ' (ફિલ્મ) બનાવી હતી અને હવે તે કાશ્મીરના પથ્થરમારોની કથા પર આધારિત સોશીયો-પોલિટિકલ ફિલ્મ `પથ્થરબાજ'નું દિગ્દર્શન કરવાનો છે, જેમાં સત્ય ઘટનાને વણી લેવામાં આવી છે. આ ફિલ્મ એક સાથે બે ભાષા-અંગ્રેજી અને હિન્દીમાં બનાવાશે અને ફિલ્મનું શૂટિંગ 2018ના પ્રારંભે કાશ્મીરમાં શરૂ કરવામાં આવશે.
હાલ શેખર દરરોજ સવારે બે કલાક તેના ક્રિપ્ટ-રાઇટર સાથે ફિલ્મના હિન્દી અને અંગ્રેજી ક્રિન પ્લે પાછળ ગાળી રહ્યો છે. `મારી પ્રેરણા ગુરુદત્ત, કે. આસિફ, બિમલ રોય અને શેખર કપૂર જેવા ફિલ્મ સર્જકો છે' એમ શેખરે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer