અસરાની શરૂ કરશે એક્ટિંગ સ્કૂલ

અસરાની શરૂ કરશે એક્ટિંગ સ્કૂલ
વર્ષ 1965માં પુણેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ અૉફ ઇન્ડિયામાંથી ગ્રેજ્યુએટ થનારા અસરાનીએ ત્યાર બાદ ત્યાં જ શત્રુઘ્ન સિંહા અને શાબાના આઝમી જેવાં વિદ્યાર્થીઓને આઠ વર્ષ સુધી `એક્ટિંગ' કેવી રીતે કરવી તે શીખવાડયું હતું. આ ઉપરાંત અસરાનીએ નાસિર હુસેનની ફિલ્મ `યાદોં કી બારાત' માટે તારીક ખાનને પણ ખાનગીમાં એક્ટિંગના પાઠ ભણાવ્યા હતા.
હવે અસરાનીએ બૉલીવૂડની પોતાની આટલી લાંબી કારકિર્દીના નીચોડરૂપે અંધેરીમાં એક્ટિંગ સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં આ પીઢ હાસ્ય અને ચારિત્ર્ય અભિનેતા નવા આશાસ્પદ કલાકારોને અભિનય કેવી રીતે કરવો તેનું પદ્ધતિસરનું શિક્ષણ આપશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer