બોબી દેઓલ જોડાયો `રેસ''માં

બોબી દેઓલ જોડાયો `રેસ''માં
રેમો ડિસુઝા દિગ્દર્શિત `રેસ-3'ના મુખ્ય કલાકારો તો સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિઝ છે, પરંતુ હવે તેમાં બોબી દેઓલને પણ મહત્ત્વની ભૂમિકા આપવામાં આવી છે. બોબીએ આ પહેલાં `રેસ-3'ના નિર્માતા રમેશ તોરાની સાથે 1998ની એક્શન- થ્રીલર `સોલ્જર' તેમ જ 2007ની સસ્પેન્સ-થ્રીલર `નકાબ'માં કામ કર્યું હતું.
ગત સપ્તાહે અબુધાબીમાં ફિલ્મના શૂટિંગ માટે રેકી કરવા  ગયેલા તૌરાનીએ આ અહેવાલને સમર્થન આપતાં જણાવ્યું હતું કે `તેની સાથે મને આ બંને ફિલ્મોમાં કામ કરવાની ખૂબ જ મજા પડી હતી. બોબી ખૂબ જ પ્રોફેશનલ અને મળતાવડો છે. દેખીતી રીતે જ `રેસ-3'માં બોબી તદ્દન વેગળી તેમ જ અગાઉ કદી પણ ભજવી ન હોય તેવી ભૂમિકામાં દર્શકોને જોવા મળશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer