અમારી બૅટિંગ કંગાળ રહી : વિરાટ કોહલી

અમારી બૅટિંગ કંગાળ રહી : વિરાટ કોહલી
ગુવાહાટી, તા.11: બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી 8 વિકેટે હાર બાદ ભારતીય સુકાની વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે અમારી બેટિંગ આ મેચમાં બહુ ખરાબ રહી. અમારી શરૂઆત જ મુશ્કેલીથી થઇ. તેમને પણ શરૂમાં મુશ્કેલી થઇ, પણ ઝાકળ પડવાની શરૂઆત થતાં વિપક્ષી ટીમ અમારા હાથમાંથી મેચ લઇ ગઇ. જ્યારે પરિસ્થિતિ તમારા પક્ષમાં ન હોય ત્યારે મેદાન પર 120 ટકા આપવું પડે છે. 
અમે સારું પ્રદર્શન કરી શક્યા નહીં તે સ્વીકારવું જ રહ્યંy. અમે આવા પ્રદર્શનની આશા રાખતા ન હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયા અમારાથી વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યંy. કોહલીએ ઓસિ. બોલર જેસન બેહરનડોર્ફના પ્રદર્શનની પ્રશંસા કરી. તેણે લાઇન-લેન્થની બોલિંગ કરી. તેને પૂરો શ્રેય મળે છે. આ મેચમાં વિરાટ કોહલી પહેલીવાર ઇન્ટરનેશનલ ટી-20માં ઝીરોમાં આઉટ થયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer