ફ્રાંસની જાપાન સામે 2-1થી ઇંગ્લૅન્ડની મેક્સિકો સામે 3-2થી જીત : આજે ભારત ઘાના સામે પ્રોત્સાહક જીતના ઇરાદે ઊતરશે

ફ્રાંસની જાપાન સામે 2-1થી ઇંગ્લૅન્ડની મેક્સિકો સામે 3-2થી જીત : આજે ભારત ઘાના સામે પ્રોત્સાહક જીતના ઇરાદે ઊતરશે
ફ્રાંસ અને ઇંગ્લૅન્ડની આગેકૂચ
કોલકતા/ગુવાહાટી, તા.11: ફીફા અન્ડર-17 ફૂટબોલ વર્લ્ડ પણ હોટ ફેવરિટ ગણાતી ફ્રાંસની ટીમ અને ઇંગ્લેન્ડે બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી છે. આજના પહેલા મેચમાં ફ્રાંસે રસાકસી બાદ જાપાન સામે 2-1 ગોલથી અને ઇંગ્લેન્ડે પણ સંઘર્ષ બાદ મેક્સિકો સામે 3-2થી વિજય મેળવ્યો હતો.
જાપાન સામેના મેચમાં ફ્રાંસ તરફથી 13મી અને 71મી મિનિટે ગોલ થયા હતા. જ્યારે જાપાન તરફથી એકમાત્ર ગોલ 73મી મિનિટે થયો હતો. ફ્રાંસે તેના પહેલા મેચમાં ન્યુ કેલેડોનિયાને 7-1થી હાર આપી હતી. આથી તે રાઉન્ડ-16માં પહોંચી ગયું છે. ઇંગ્લેન્ડ અને મેક્સિકો વચ્ચેની મેચમાં પણ રસાકસી જોવા મળી હતી. એક સમયે ઇંગ્લેન્ડ 3-0થી આગળ હતું. આ પછી મેક્સિકોએ 6પમી અને 71મી મિનિટે ગોલ કરીને મેચ રોચક બનાવી દીધો હતો. જો કે ઇંગ્લેન્ડ અંતમાં 3-2થી જીત મેળવીને રાઉન્ડ-16માં પહોંચી ગઇ છે. તેણે પહેલા મેચમાં ચીલીને 4-0થી હાર આપી હતી.
ભારતીય ટીમ ગ્રુપ એના તેના આખરી લીગ મેચમાં ઘાના સામે ટકરાશે. ભારતને પહેલા મેચમાં યુએસએ સામે 0-3થી અને બીજા મેચમાં કોલંબિયા સામે 0-1થી હાર મળી હતી. આથી ભારતીય યુવા ટીમ લગભગ બહાર થઇ ગઇ છે. ઘાના સામે ભારતનો ઇરાદો પ્રોત્સાહક જીતનો રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer