સમૃદ્ધ રોકાણકારોની પસંદગી હીરા ઉપર

સમૃદ્ધ રોકાણકારોની પસંદગી હીરા ઉપર
મુંબઈ, તા.11 : વિશ્વના રોકાણકારોને સોના વિકલ્પ તરીકે હીરાની ખરીદીમાં મળશે. રોકડ અથવા સોનાના રોકાણ કરતાં હવે નવી ટેક્નૉલૉજીથી હીરાનું રોકાણ વધુ પારદર્શક અને લાભદાયી બની રહ્યું છે. સિંગાપોર ડાયમંડ ઇન્વેસ્ટમેન્ટ એક્સચેન્જ (એસડીઆઈએક્સ)ના અધ્યક્ષ અલેઈન વેન્ડેબોરે જણાવ્યું છે કે `રોકાણકાર માટે હીરા `નવું સોનું' બન્યું છે.'
સિંગાપોર - ડાયમંડ મીન્ટ દ્વારા હીરાની ખરી કિંમત હવે ક્રેડિટ કાર્ડ જેવાં નાના ઉપકરણમાં ફીટ કરાયેલી વિશેષ `ચીપ'થી ખરીદદારને કિંમત મળી જાય છે. જેથી 1,00,000 ડૉલરથી 2,00,000 ડૉલર સુધીની કિંમતના હીરા ખરીદદાર વિશ્વાસથી મૂલ્યાંકન કરી શકશે. આ સોદાને ડાયમંડ ગ્રેડિંગ ઍન્ડ રિસર્ચ (આઈઆઈડીજીઆર) દ્વારા પ્રમાણિત કરાશે.
અગાઉ 2008માં વિશ્વની સૌથી મોટી હીરા ફર્મ ડીબીઅર્સે હીરાનું ઇ-લિલામ શરૂ કર્યું હતું. જેથી હીરામાં લેણ-વેચાણ વધ્યું છે. એસડીઆઈએક્સ દ્વારા 2016માં હીરાના ટ્રેડિંગ માટે નવું ઇ-પ્લેટફૉર્મ શરૂ કર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer