જય શાહ મુદ્દે સરકાર ઉપર યશવંત સિંહાનો તીખો પ્રહાર

પટણા,તા.11: ભાજપનાં વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ આજે વધુ એકવાર સરકાર ઉપર તીણો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં પુત્ર જયનો બચાવ કરીને સરકારે ઉચ્ચ નૈતિક આધાર ગુમાવી દીધો છે.
એક ચેનલ સાથેની વાતચીતમાં યશવંતે કહ્યું હતું કે આ મામલાની યોગ્યતા ઉપર કોઈ ટિપ્પણી કરવાં તેઓ માગતાં નથી. કારણ કે એ તપાસનો વિષય છે. પરંતુ જે પ્રકારે કેન્દ્રીય મંત્રી આ મામલે મેદાનમાં કૂદ્યા છે તે જોતાં કહેવું પડશે કે તેઓ મંત્રી છે જય શાહનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં. આ ઉપરાંત જય શાહનો કેસ હાથ ધરવાં માટે એડિશનલ સોલિસીટર જનરલ તુષાર મહેતાને સરકારે આપેલી છૂટની પણ આલોચના તેમણે કરી હતી. તેમણે કહ્યું કે આવું ટાળી શકાયું હોત અને તે કરવાની આવશ્યકતા પણ ન હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer