ભારતની ટીમ એશિયા કપ ફૂટબૉલ 2019 માટે ક્વૉલિફાય

બેંગલુરુ, તા.11 : ભારતીય ફૂટબૉલ ટીમે આજે મકાઉની ટીમને હરાવીને વર્ષ 2019માં યોજાનારી એશિયા કપ ફૂટબૉલ ટુર્નામેન્ટમાં રમવાનો પરવાનો મેળવી લીધો છે. બેંગલુરુમાં આજે રમાયેલી મૅચમાં ભારતની ટીમે મકાઉની ટીમને 4 વિરુદ્ધ 1 ગોલના માર્જિનથી પરાજિત કરી હતી. ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ભારતને હજુએ બે મૅચ રમવાની બાકી છે. 
ગ્રુપ એની ચારેય મૅચ ભારતે જીતી છે અને ગ્રુપ પોઇન્ટ ટેબલમાં 12 પોઇન્ટ સાથે નંબર વન છે. ભારતની ટીમ આ ત્રીજી વખત એશિયા કપ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાય થઇ છે. આ અગાઉ વર્ષ 2011માં ભારતની ટીમ આ ટુર્નામેન્ટમાં રમી હતી અને છેલ્લાં 37 વર્ષમાં આ બીજી વાર ભારતની ટીમ આ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાય થઇ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer