પ્રત્યક્ષ વેરાની વસૂલાતમાં 16 ટકાનો વધારો

એપ્રિલ-સપ્ટેમ્બરમાં 3.86 લાખ કરોડની વસૂલાત
નવી દિલ્હી, તા. 11: એપ્રિલ-સપ્ટેમ્બર મહિના માટે ભારતના પ્રત્યક્ષ કરવેરા વસુલાતના નાણામંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં અનુસાર ડાયરેક્ટ ટેક્સ વસુલાતમાં 16 ટકાનો વધારો નોંધાઈ ગયો છે જેથી ડાયરેક્ટ ટેક્સ વસુલાતનો આંકડો એપ્રિલ-સપ્ટેમ્બર મહિનામાં વધીને 3.86 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. અર્થતંત્રમાં મંદીને લઇને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ભારે હોબાળો મચાવી રહ્યા છે ત્યારે આ આંકડા સરકાર માટે પ્રોત્સાહનજનક રહ્યા છે. નાણામંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ડાયેરેક્ટ ટેક્સ વસુલાતમાં હેલ્થી ગ્રોથ નોંધાઈ  
ગયો છે. મેટ ડાયરેક્ટ ટેક્સ વસુલાતનો આંકડો કુલ બજેટ અંદાજના 39.4 ટકાની આસપાસ છે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે 9.8 લાખ કરોડના ડાયરેક્ટ ટેક્સના કુલ બજેટ અંદાજના 39.4 ટકાની આસપાસ આ આંકડો છે. 
ડાયરેક્ટ ટેક્સ માટેનો પ્રોવિઝનલ આંકડો સપ્ટેમ્બર 2017 માટે દર્શાવે છે કે, નેટ કલેક્શનનો આંકડો 3.86 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે જે ગયા વર્ષે આજ ગાળા દરમિયાન જે આંકડો હતો તેના કરતા 15.8 ટકા વધારે છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer