નમ્રમુનિ મહારાજ સામે આક્ષેપો કરનાર ભૂતપૂર્વ સાધ્વીએ તેમની માફી માગી

નમ્રમુનિ મહારાજ સામે આક્ષેપો કરનાર ભૂતપૂર્વ સાધ્વીએ તેમની માફી માગી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : એક ટીવી ચૅનલ પર એક ભૂતપૂર્વ સાધ્વીએ સ્થાનકવાસી જૈનના રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ  પર ગઇકાલે કરેલા આક્ષેપો પાછા ખેંચીને તેમની માફી માગી છે.
ઘાટકોપરમાં જ રહેતી અને દસ વર્ષ નમ્રમુનિની નિશ્રામાં સાધ્વી રહેનાર આજે ઘાટકોપરના ટિળક રોડના સર્વધર્મ સમભાવના સંકુલ પારસધામમાં જઇને નમ્રમુનિ મહારાજની  બધા સાધુગણ અને શ્રાવકગણની હાજરીમાં માફી માગી હતી. ભૂતપૂર્વ સાધ્વીએ કહ્યું હતું કે નમ્રમુનિ સામે આક્ષેપો કરવા માટે મારા પર પ્રચંડ દબાણ લાવવામાં આવ્યું હતું. હું જેમને ત્યાં કામ કરતી હતી તેમણે અને એક પત્રકારે મને નમ્રમુનિ વિરુદ્ધ શોષણના આક્ષેપ કરવા દબાણ લાવ્યું હતું. હું તેમને ત્યાં છ મહિનાથી  જોબ કરતી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer