એફટીઆઈઆઈના અધ્યક્ષસ્થાને ગજેન્દ્ર ચૌહાણના સ્થાને અનુપમ ખેર

એફટીઆઈઆઈના અધ્યક્ષસ્થાને ગજેન્દ્ર ચૌહાણના સ્થાને અનુપમ ખેર
અમારા પ્રતિનિધિ તરફથી

નવીદિલ્હી,તા.11: ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)નાં પ્રમુખ સ્થાને ટીવી કલાકાર ગજેન્દ્ર ચૌહાણની નિયુક્તિનાં ભારે મોટા વિવાદ બાદ હવે તેમનાં સ્થાને બોલીવૂડનાં ધૂરંધર અભિનેતા અનુપમ ખેરની નિમણૂંક કરવામાં આવી છે. 

પ00થી વધુ ફિલ્મોમાં પોતાનાં જાનદાર અભિનયથી વાહવાહી મેળવનાર ખેર 2004માં પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણથી સન્માનિત થઈ ચુક્યા છે. અનુપમ ખેરે અગાઉ સેન્સર બોર્ડના અધ્યક્ષપદે અને 2001થી 2004 સુધી રાષ્ટ્રીય નાટય વિદ્યાલયના નિર્દેશક તરીકે કામ કર્યું હતું.

ખેરનાં પૂરોગામી ગજેન્દ્ર ચૌહાણની એફટીઆઈઆઈમાં નિયુક્તિ વિવાદાસ્પદ બની રહી હતી.આ પદ માટે અયોગ્ય હોવાની દલીલ સાથે સંસ્થાનાં છાત્રો દ્વારા વિરોધ પણ કરવામાં આવેલો. જે 140 દિવસ સુધી ચાલ્યો હતો. તેની નિયુક્તિ રાજકારણ પ્રેરિત હોવાનો આક્ષેપ કરવામાં આવતો હતો. આ વિરોધ અને આક્ષેપો છતાં તેણે પોતાનું પદ છોડવાનો ઈનકાર કરી દીધો હતો અને માર્ચ 2017માં તેનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ જ તેણે પદ છોડેલું. અસહિષ્ણુતા મુદ્દે એવોર્ડ વાપસીની હારમાળા વેળા પણ ખેરે ખુલીને સરકારનો પક્ષ લીધો હતો.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer