કાળાં નાણાં અંગેની એસઆઈટી આરટીઆઈ તળે આવે : સીઆઈસી

નવી દિલ્હી, તા. 12: કેન્દ્રીય માહિતી પંચ (સીઆઈસી)એ એમ ઠરાવ્યું હતું કે કાળા નાણાં માટેની એસઆઈટી, એ આરટીઆઈ, 200પ હેઠળની જાહેર ઓથોરિટી છે. કોમનવેલ્થ હ્યુમન રાઈટસ ઈનિશિએટિવ નામક એનજીઓના વ્યંકટેશ નાયકે નોંધાવેલી ફરિયાદની સુનાવણીના આધારે સીઆઈસીએ ઠરાવ્યું હતું કે આ એસઆઈટી એક જાહેર ઓથોરિટી છે અને તેણે આરટીઆઈ નિયમો તળે જનતાને પ્રસ્તુત માહિતી પૂરી પાડવાની જ રહે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer