ઇડીના હોદ્દા માટે સેબી આજે બાહ્ય અરજદારોનો ઇન્ટરવ્યૂ લેશે

મુંબઈ, તા. 12 : મૂડીબજારના નિયમનકાર નવા બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ (ઇડી)ની નિમણૂક કરવાની વિચારણા કરી રહ્યું છે.
માહિતગાર સાધનોના જણાવ્યા મુજબ આ હોદ્દાઓ માટે 20 ઉમેદવારો કતારમાં રહ્યાનું જણાય છે અને તેઓનો “ફાઈનલ ઇન્ટરવ્યૂ’’ આજે છે. આમ નવી નિમણૂક માટેના ધોરણો અંતર્ગત આ બે પ્રથમ બાહ્ય નિમણૂકો બની રહેશે. નવા ધોરણ મુજબ ઇડીના નવ હોદ્દા માટે છ સેબીના સ્ટાફમાંથી અને બાકીનાની બાજુએથી અથવા ડેપ્યુટેશનના ધોરણે લેવાશે. એપ્રિલમાં સેબીએ ઇડીના હોદ્દાની સંખ્યા આઠથી વધારીને નવની કરી હતી.
સ્તોત્રના જણાવ્યા મુજબ જે હાલ અરજીઓ આવી છે તે આવકવેરા ખાતા, બૅન્કો અને એકૅડેમીકસ ક્ષેત્રની રહી છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer