નાનાચોક સ્થિત સ્કાયવૉકના ઍસ્કેલેટર્સ તોડી પાડવાની માગણી

મુંબઈ, તા. 12 : ગ્રાન્ટ રોડના નાનાચોક વિસ્તારમાં આવેલા સ્કાયવૉકનો અમુક હિસ્સો તેમ જ તેમાં લગાડેલા ઍસ્કેલેટર્સ તોડી પાડવાની સ્થાનિક રહેવાસીઓએ કરેલી માગણી તો બીજી તરફ ત્યાંના કૉર્પોરેટરે તેને જાળવી રાખવાના કરેલા સૂચનને કારણે મુંબઈ મહાનગરપાલિકા મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.
પાલિકાએ રૂા. 43 કરોડના ખર્ચે 2014માં બાંધેલા આ સ્કાયવૉકનો લોકો ખાસ ઉપયોગ કરતા નથી. નાનાચોકમાં બાંધેલા આ વિશાળ સ્કાયવૉકમાં બહાર નીકળવાના ચાર માર્ગો પૈકી ફક્ત બેનો જ ઉપયોગ થાય છે- એક ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન તરફનો અને બીજો કી-બોર્ડની અૉફિસ તરફનો અને તે સુધ્ધાં ધસારાના સમયે જ કરાય છે. સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓના જણાવવા મુજબ તેમને યાદ નથી છેલ્લે ક્યારે આ ઍસ્કેલેટર્સને તેમણે ચાલુ હાલતમાં જોયા હતા.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer