પ.રે.એ નવા પુલો બાંધવા પ્રથમ વખત બહારથી મદદ માગી

મુંબઈ, તા. 12 : પશ્ચિમ રેલવેએ નિશ્ચિત સમયમાં 10 નવા ફૂટઓવર બ્રિજ (એફઓબી) બાંધવા અને 14 એફઓબીના પુનર્નિર્માણની મુદતને પહોંચી વળવા સર્વપ્રથમ વખત બહારની મદદ માગી છે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે એફઓબીના કામ પૂર્ણ કરવા માટે રેલવે તંત્રને 12થી 18 મહિનાની મહેતલ આપી છે. આ કામ માટે ટેન્ડરો બહાર પાડવા તેમ જ કન્સલ્ટંટ અને બીલ્ડરોને આમંત્રવા ઉપરાંત આટલી ટૂંકી મુદતમાં પ્રોજેક્ટ પૂરો કરવા માટે અમને લેટેસ્ટ ટૅક્નોલૉજીની મદદ લેવી પડશે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer