દિલીપકુમારના નવા બંગલામાં તેમને સમર્પિત મ્યુઝિયમ હશે

દિલીપકુમારના નવા બંગલામાં તેમને સમર્પિત મ્યુઝિયમ હશે
મુંબઈ, તા. 12 : ટ્રેજેડી કિંગ દિલીપકુમારના પાલી હિલસ્થિત બંગલાનું મે. બ્લેક રોક દ્વારા ડેવલપમૅન્ટ કરી ત્યાં ટૂંક સમયમાં બહુમાળી બિલ્ડિંગ ઉપરાંત તેમને સમર્પિત મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે.
દિલીપકુમાર અને પ્રાજિતા ડેવલપર્સ પ્રા. લિ. વચ્ચેના વિવાદમાં સુપ્રીમ કોર્ટે ગયા મહિને દિલીપકુમારની તરફેણમાં આપેલા ચુકાદાને પગલે આ મોકાની પ્રોપર્ટીને રિયાલ્ટી કંપની ‘બ્લેક રોક’ દ્વારા ડેવલપ કરવામાં આવશે, જેનું રેસ્ટૉરંટિયર કિશોર બજાજ દ્વારા સંચાલન કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ બ્લેક રોકે આ પ્રોપર્ટી ખાલી કરવા પ્રાજિતા ડેવલપર્સને રૂા. 20 કરોડ ચૂકવ્યા છે. રિડેવલપમૅન્ટ બાદ બિલ્ડિંગની 50 ટકા માલિકી દિલીપકુમાર અને તેમનાં પત્ની સાયરા બાનુની રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer