સોનમ મુંબઈમાં જ પરિવાર સાથે દિવાળી ઊજવશે

સોનમ મુંબઈમાં જ પરિવાર સાથે દિવાળી ઊજવશે
અભિનેત્રી સોનમ કપૂર પરિવારને પ્રેમ કરનારી યુવતી છે અને તેથી જ તે દિવાળી પર પોતાના બિઝી શૂટિંગ શિડયુલમાંથી બ્રેક લઇ પપ્પા-મમ્પી અનિલ-સુનિતા કપૂર સાથે દિવાળી ઊજવશે. સોનમ કપૂર માટે દિવાળીનું મહત્ત્વ વિશેષ છે. કેમ કે તે દરમિયાન પોતે દરેક સગાંવહાલાંને મળે છે અને અત્યાર સુધી તેણે એક પણ દિવાળીની ઉજવણી પરિવારના સાંનિધ્ય વિના કરી નથી. આમ દિલ્હીમાં થઈ રહેલી `વીરા દી વેડિંગ'ના શૂટિંગમાંથી સોનલ પાંચ દિવસની રજા લેશે અને મુંબઈ આવી પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરશે અને ત્યાર બાદ ફરી દિલ્હી જઈ શૂટિંગ આગળ ધપાવશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer