મારી ફરજ શ્રેષ્ઠ રીતે નિભાવવાનો પ્રયાસ કરીશ : અનુપમ ખેર

મારી ફરજ શ્રેષ્ઠ રીતે નિભાવવાનો પ્રયાસ કરીશ : અનુપમ ખેર
પ્રતિષ્ઠિત ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ અૉફ ઇન્ડિયાના અધ્યક્ષપદે નિમાયેલા ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું હતું કે `આ મહાન સંસ્થાના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી સરકારે મને જે ગૌરવ બક્ષ્યું છે તેથી હું ગદ્ગદ્ થઈ ગયો છું અને મારી ફરજ શ્રેષ્ઠ રીતે બચાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરીશ'
આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો સહિત 500થી વધુ ફિલ્મોમાં અભિનય કરનારા અને પોતાની એક્ટિંગ સ્કૂલ ચલાવનારા  અનુપમ ખેર વિવાદાસ્દ ગજેન્દ્ર ચૌહાણના અનુગામી બનશે, જેમની નિમણૂકે વિદ્યાર્થીઓને આંદોલન છેડવાની ફરજ પાડી હતી. 
અનુપમ ખેર અગાઉ સેન્સર બોર્ડના અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી ચૂક્યા છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer