`102 નૉટ આઉટ''માં ગીત ગાશે અમિતાભ-રિશી

`102 નૉટ આઉટ''માં ગીત ગાશે અમિતાભ-રિશી
`ઓહ માય ગૉડ' ફિલ્મના દિગ્દર્શક ઉમેશ શુક્લાએ તેમની આગામી ફિલ્મ `102 નૉટ આઉટ'નું શૂટિંગ મે મહિનામાં શરૂ કર્યું હોઈ ફિલ્મમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન 102 વર્ષનાં વૃદ્ધનું પાત્ર ભજવે છે. જ્યારે તેમનાં 75 વર્ષના પુત્રની ભૂમિકામાં રિશિ કપૂર છે. અહીં રસપ્રદ વાત એ છે કે આ પિતા-પુત્રની જોડી એટલે કે અમિતાભ અને રિશિ ફિલ્મનું એક ગીત તેમના અવાજમાં રેકર્ડ કરશે.
આ બાબતે તાજેતરમાં રિશિ અને ઉમેશે સંગીતકાર બેલડી સલીમ-સુલેમાનની જુહુ સ્ટુડિયોમાં મુલાકાત લીધી હતી. જ્યારે અમિતાભ બચ્ચન પોતાના જન્મદિવસની ઉજવણી માટે માલદીવ ગયા હતા તેથી હાજર રહી શક્યા ન હતા.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer