`પદ્માવતી''ની પૅરિસમાં સ્પેશિયલ રિલીઝ

`પદ્માવતી''ની પૅરિસમાં સ્પેશિયલ રિલીઝ
સંજય લીલા ભણશાલી દ્વારા લગભગ દાયકા પહેલાં એટલે કે 2008માં જેની સર્વપ્રથમ નાટયસ્વરૂપે ભજવણી કરવામાં હતી તે `પદ્માવતી' પરથી એ જ નામે બનેલી મેગ્નમ ઓપસને પૅરિસમાં વિશેષ રીતે રિલીઝ કરવામાં આવશે. રિલીઝ અંગેની સમગ્ર યોજના સંજયે હજી તૈયાર કરવાની બાકી છે, પરંતુ તે દરેક રીતે ભવ્યતમ હશે એ કહેવાની જરૂર નથી.
સંજયના પ્રોડક્શન હાઉસના નજદીકી સૂત્રોનાં જણાવવા મુજબ આ પહેલાં `દેવદાસ' પૅરિસમાં રિલીઝ કરવામાં આવેલી સૌથી મોટી અને ભવ્ય ફિલ્મ હતી. પરંતુ `પદ્માવતી'ની રિલીઝનું આયોજન તેનાથી પણ મોટા પાયે કરવામાં આવશે. અગાઉ આ ફિલ્મને ફ્રેન્ચ ભાષામાં ડબ કરવાની યોજના હતી, પરંતુ તેને પડતી મુકાઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer