સૌરાષ્ટ્રનો રણજી ક્રિકેટર રાકેશ ધ્રુવ નિવૃત્ત

સૌરાષ્ટ્રનો રણજી ક્રિકેટર રાકેશ ધ્રુવ નિવૃત્ત
રાજકોટ, તા.12: સૌરાષ્ટ્રના પૂર્વ સફળ ડાબોડી સ્પિનર રાકેશ ધ્રુવે આજે નિવૃત્તિ જાહેર કરી છે. આથી આ સફળ ડોમેસ્ટિક ક્રિકેટરની 24 વર્ષની સુદીર્ઘ કારકિર્દીનો અંત આવ્યો છે. જામનગરના રાકેશ ધ્રુવે તેની કેરિયરની શરૂઆત 1994માં અન્ડર-16મા રમીને શરૂ કરી હતી. તે સૌરાષ્ટ્રની રણજી ટીમ ઉપરાંત ગુજરાત, વિદર્ભની ટીમ, ઇન્ડિયા એ ટીમ અને ઇન્ડિયા બ્લૂ ટીમ તરફથી રમી ચૂકયો છે. તેણે પ્રથમકક્ષાના 9પ મેચમાં કુલ 271 વિકેટ અને 2974 રન એક સદી અને 14 અર્ધસદીથી કર્યાં છે. 
રાકેશ ધ્રુવ કુલ 61 રણજી ટ્રોફી મેચ રમ્યો છે. જેમાં તેણે 1પ1 વિકેટ લીધી છે. રાકેશે ગુજરાત તરફથી રમતા વિદર્ભ સામે 2010-11ની રણજી સિઝનમાં હેટ્રિક લીધી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer