અશ્વિન ચોથા સ્થાને ખસી ગયો : જાડેજા બીજા નંબર પર યથાવત્

અશ્વિન ચોથા સ્થાને ખસી ગયો :  જાડેજા બીજા નંબર પર યથાવત્
આફ્રિકી બૉલર રબાડા કારકિર્દીના શ્રેષ્ઠ ત્રીજા ક્રમાંકે
દુબઇ તા.12: દક્ષિણ આફ્રિકાનો યુવા ઝડપી બોલર કગિસો રબાડા બંગલાદેશ વિરૂધ્ધની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શનને લીધે આઇસીસી ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં તેની કારકિર્દીના શ્રેષ્ઠ ત્રીજા ક્રમ પર આવી ગયો છે.
રબાડાએ ભારતના આર. અશ્વિન અને શ્રીલંકાના રંગાના હેરાથને પાછળ રાખીને આ સ્થાન હાંસલ કર્યું છે.
રબાડાના હવે કુલ 876 રેટિંગ છે. જયારે અશ્વિન 8પ2 અને હેરાથ 833 રેટિંગ સાથે ચોથા અને પાંચમા સ્થાને છે. બીજા નંબર પર ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા (884) અને પહેલા નંબર પર ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જેમ્સ એન્ડરસન (896) યથાવત છે.
ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ભારતના ચેતેશ્વર પુજારા અને સુકાની વિરાટ કોહલી ચોથા અને છઠ્ઠા સ્થાને ટકી રહ્યા છે.
 ઓસ્ટ્રેલિયાનો સુકાની સ્ટીવન સ્મિથ (936) પહેલા, ઇંગ્લેન્ડનો સુકાની જો રૂટ (889) બીજા, ન્યુઝીલેન્ડનો સુકાની કેન વિલિયમ્સન (880) ત્રીજા સ્થાને યથાવત્ છે. ચેતેશ્વર પુજારાના 876 રેટિંગ છે. તેના પછી ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, હાશિમ અમલા છે. કે એલ રાહુલ અને અજિંકયા રહાણે આઠમા-નવમા નંબર પર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer