નિવૃત્તિનો નિર્ણય મારો છે, આઇપીએલ પણ નહીં રમું : નેહરા

નિવૃત્તિનો નિર્ણય મારો છે, આઇપીએલ પણ નહીં રમું : નેહરા
નવી દિલ્હી તા.12: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર 38 વર્ષીય ભારતીય ઝડપી બોલર આશિષ નેહરાએ સ્પષ્ટ કર્યું છે કે આ મારો ખુદનો નિર્ણય છે. મારા પર કોઇએ દબાણ કર્યું નથી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આશિષ નેહરા 1 નવેમ્બરે દિલ્હીમાં ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ રમાનાર પહેલા ટી-20 મેચ બાદ સંન્યાસ લઇ રહયો છે.
નેહરાએ કહયું છે કે નિવૃત્તિનો નિર્ણય મેં ખુદે લીધો છે. આ નિર્ણય પર હવે વિચારવાની જરૂર નથી. હું સંન્યાસ લઇ રહયો છું. તેનો મતલબ આઇપીએલમાં પણ નહીં રમું. નેહરાએ એમ પણ કહયું કે આ મુદે મે સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રી સાથે ચર્ચા કરી હતી. મેં કહયું કે ભુવનેશ્વર અને બુમરાહ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહયા છે. તેમની સાથે જ ટીમે આગળ વઘવું જોઇએ. હું હજુ બે વર્ષ રમવા ઇચ્છતો હતો, પણ શરીર સાથે આપી રહયું ન હતું. ઝડપી બોલર માટે 38,39 વર્ષે રમવું આસાન નથી હોતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer