શૅરબજારો દિવાળી મૂડમાં

સેન્સેક્ષ 348 પૉઇન્ટ્સ વધ્યો નિફ્ટી 10100ના સ્તર નજીક
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : શૅરબજારમાં આજે શરૂઆતથી સમગ્ર રીતે તેજીનો મૂડ આખરી સોદા સુધી જણાયો હતો. ગઇકાલે અમેરિકા - ઉત્તર કોરિયાના વધેલા તણાવને જાણે ભૂલીને સ્થાનિકમાં કંપની પરિણામો સારા રહેવાના આશાવાદે એનએસઈ અને નિફ્ટી-50 શેસન અંતે અગાઉના બંધથી 111 પોઇન્ટ વધીને 10096ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષ 348 પોઇન્ટ વધીને 32182ના સ્તરે બંધ રહ્યો હતો. વૈશ્વિક ઘટનાઓને તદ્દન નજરઅંદાજ કરતા સ્થાનિક બજારમાં તેજીની તીવ્રતાને લીધે 100 શૅરના ભાવ વર્ષની ટોચે પહોંચ્યા હતા. આજે સાંજે જાહેર થનાર ઔદ્યોગિક આંકડાની બજાર પર અસર શુક્રવારે થશે. આજે બીએસઈ અને એનએસઈ ખાતે શરૂઆતથી નિફ્ટી અને સેન્સેક્ષના મોટા ભાગના શૅરોમાં વેચવાલી અટકી હતી. આજના વધારાની આગેવાની લેતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નફો વધવાના અંદાજથી શૅરનો ભાવ નોંધમાત્ર રૂા. 34 વધીને નજીકની નવી શૅરો રૂા. 874.40 બંધ રહ્યો હતો.
જ્યારે જીએસટીમાં ઘટાડાની સકારાત્મક અસરથી એલયુએલનો (હિન્દુસ્તાન લીવર) ભાવ રૂા. 23 વધીને રૂા. 12.40 કૅવૉટ થયો હતો. સનફાર્મા નવી તેજીની ચાલમાં આજે સતત બીજા સત્રમાં રૂા. 11 વધીને રૂા. 531 અને આઇટી અગ્રણી ટીસીએસ નફો વધવાની અહેવાલથી રૂા. 44 સુધારે રૂા. 2547 બંધ રહ્યો હતો. આજની લેવાલી સમગ્ર રીતે નોંધપાત્ર હતી. જેથી દિવસ દરમિયાન એશિયન પેઇન્ટ્સ અને ઇન્ફોસીસનો ઘટાડો સત્ર અંતે ઘટીને સીમિત રહ્યો હતો. એશિયન પેઇન્ટ્સમાં ઘટાડો પરત જમા ભાવ અગાઉના સ્તરે રૂા. 1160 બંધ હતો. જ્યારે ઇન્ફોસિસ માત્ર રૂા. 4 ઘટાડે રૂા. 927 રહ્યો હતો. ભારતી ટેલી રૂા. 4ના સીમિત ઘટાડે રૂા. 398.70 અને કોલ ઇન્ડિયા રૂા. 1.30 ઘટાડે રૂા. 282.40 બંધ હતો. ઔદ્યોગિક ઉત્પાદન અૉગસ્ટમાં વધીને 2.8 ટકા થવાનો અંદાજ છે. બીએસઈ ખાતેના કુલ 1698 શૅરના ભાવ વધ્યા હતા. જ્યારે 973ના ભાવમાં ઘટાડો હતો. જ્યારે એનએસઈ મિડકેપ ઇન્ડેક્સ 203 પોઇન્ટ વધીને 18683 ક્વૉટ થયો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 92 પોઇન્ટ અને બૅન્કેક્ષમાં નોંધપાત્ર 253 પોઇન્ટનો તીવ્ર વધારો થયો હતો.
આજે મેટલ ક્ષેત્રના શૅરના ભાવ ઝડપી વધ્યા હતા. જથ્થો દિવાળી નિમિત્તે કમાણી વધવાની ચર્ચાઓ કન્ઝયુમર ગુડ્સના શૅર સુધારે હતા. જ્યારે હિન્દાલ્કોમાં વિક્રમી (6 ટકા વધારા સાથે) ભાવ રૂા. 265.40 ક્વૉટ થયો હતો. આઇડીબીઆઈ કેપિટલ માર્કેટના સંશોધન વડા એ. કે. પ્રભાકરે જણાવ્યું હતું કે એલ્યુમિનિયમ અને ધાતુના ભાવ જુલાઈ-સપ્ટેમ્બરમાં વધ્યા હોવાથી મેટલ ક્ષેત્રમાં સુધારો ટક્યો છે. નેશનલ એલ્યુમિનિયમનો ભાવ 7 વર્ષની શૅરો આજે 5.4 ટકા વધીને રૂા. 86.25 બંધ હતો. આજે એનએસઈ ખાતે મેટલ ઇન્ડેક્સ 2 ટકા ફાર્મા ઇન્ડેક્સ 1.4 ટકા, એફએમસીજી ઇન્ડેક્સ 1.1 ટકા અને બૅન્કેક્ષ 1.1 ટકા વધ્યા હતા. ગઈકાલે ભારતી એરટેલ પછી આજે ભારતી ઇન્ફ્રાટેલનો ભાવ 5.2 ટકા વધીને રૂા. 432 ક્વૉટ થયો હતો. વૈશ્વિક કોન્સોર્ટીરિયમના સોદાના અહેવાલથી શૅરની વેલ્યુએશન વધવાની ગણત્રીએ ભાવ વધ્યો છે જ્યારે વાર્ષિક ધોરણે સપ્ટેમ્બર ત્રિમાસિકનો નફો 25 ટકા વધવાના અહેવાલથી ઇન્ડ્સઇન્ડ બૅંક 1.5 ટકા વધીને રૂા. 1743 ક્વોટ થયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer