સામી દિવાળીએ ચોમાસું જામ્યું : દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ

વઘઇમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ, માંગરોળમાં 4, માંડવીમાં 3 અને ઉમરપાડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો
સુરત, તા. 12 : સુરત  સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો માહોલ રહ્યો હોય તેમ વરસાદ વરસી  રહ્યો છે.  જેને પંગલે  ડાંગરના પાકને ભારે નુકસાન થઇ રહ્યું  છે.  આખરના સમયે અચાનક છેલ્લા 2 દિવસથી પડતા વરસાદને ગ્રામીણ વિસ્તારમાં લોકે  સાતરૂ વરસાદ કહે છે. જે  છૂટોછવાયો દરરોજ સાત દિવસ સુધી પડતો હોય છે. 
શહેર અને જિલ્લા સહિત સમ્રગ દક્ષિણ ગુજરાતમાં  છેલ્લા બે દિવસથી ચોમાસા જેવું વાતાવરણ  છવાયું છે.  જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછા વતા અંશે વરસાદની હાજરી નોંધાઇ છે. સુરત જિલ્લામાં  24 કલાક દરમિયાનમાં માંગરોળમાં સાથી વધુ  4 ઇંચ નોંધાયો છે. જયારે દક્ષિણ ગુજરાતના  વઘઇમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં ઝરમરીયો વરસાદ  યથાવત રહ્યો હતો.   ચોયાર્સીમાં  32 , કામરેજમાં 20 ,મહુવામાં 3,  માંગરોળમાં સાથી વધુ 96, માંડવીમાં 72, ઓલપાડમાં 18,  પલસાણામાં 10, અને સુરત શહેરમાં 13 , ઉમરપાડામાં 65  મીમી વરસાદ નોંધાયો હતો. 
જયારે દક્ષિણ ગુજરાતના  વલસાડમાં 0.5, પારડીમાં 19, વાપીમાં 20, ઉમરગામમાં 0.5, ધરમપુરમાં 31, કપરાડામાં 37, નવસારીમાં 11, ગણદેવીમાં 1, ચીખલીમાં 1, વાંસદામાં 52, ખેરગામમાં 24, મીમી વરસાદ નોંધાયો જયારે આહવામાં 31, વઘઇમાં 121, શુબીરમાં 42, સાપુતારામાં 19 મીમી વરસાદ નોંધાયો છે. જો કે આ પડેલા વરસાદને કારણે શહેરીજનોએ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ  થયો હતો. ઉકાઇ ડેમના ઉપરવાસમાં છેલ્લા  બે દિવસથી પડેલા વરસાદને પગલે  હથનુર ડેમમાંથી  તાપી નદીમાં 10 હજાર કયુસેક પાણી છોડાતા ઉકાઇ ડેમમાં  24 હજાર કયુસેક પાણીની આવક વધારો નોંધાતા ઉકાઇ ડેમની સપાટી આજે 323.16 ફૂંટે પહોંચી છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer