ચૂંટણીલક્ષી જાહેરાતો એ ભાજપ સરકારની 22 વર્ષની નિષ્ફળતાનું એકરારનામું : કૉંગ્રેસ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12 : ચારે બાજુથી ઘેરાઇ ગયેલ, હતાશ, નિરાશ અને ભ્રષ્ટ ભાજપ સરકારને ચૂંટણી નજીક આવતા જ ગુજરાતના નાગરિકો છેલ્લા 15 દિવસથી યાદ આવ્યા હોય તેમ એક પછી એક ચૂંટણીલક્ષી જાહેરાતો એ ભાજપ સરકારની 22 વર્ષની નિષ્ફળતાનું એકરારનામું હોવાનું ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું. 
ડૉ. દોશીએ કહ્યું કે, 64 ગામના ખેડૂતોની જમીન સંપાદનનું ખેડૂતોને આજદિન સુધી વળતર આપવામાં આવ્યું નથી એવા ઔડા રિંગ રોડ પર ટોલ ટૅક્સ મુક્તિ હકીકતમાં ટોલ ટૅક્સના નામે ભાજપ સરકારના મળતિયા કંપનીઓએ સ્થાનિક  નાગરિકો-વાહનચાલકો પાસેથી કરોડ રૂપિયા વસૂલી લીધા છે. હવે ચૂંટણી નજીક આવતા ટોલ ટૅક્સ માફીની  જાહેરાતો કરે છે. 
કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં એક ટકાનો વધારો હકીકતમાં 12 મહિના કરતાં વધુ સમયથી કર્મચારીઓની વારંવારની  માગણી હોવા છતાં ભાજપ સરકારની  કર્મચારી વિરોધી  માનસિકતાને કારણે કર્મચારીઓને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે ચૂંટણી નજીક આવતા વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાની  જાહેરાત કરવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer