ફુગાવો સ્થિર : ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ): 1 જુલાઈના રોજ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ) પ્રણાલી શરૂ કરવામાં આવી તેના બીજા મહિનામાં અૉગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન 9 મહિનાની ટોચે પહોંચી 4.3 ટકા નોંધાયું છે. જ્યારે સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો હળવો થઈને 3.28 ટકા નોંધાયો છે. સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ગ્રાહકલક્ષી ફુગાવો પાછલા વર્ષના સમાનગાળાની તુલનાએ સહેજ ઘટીને 3.28 ટકા થયો છે.
તે સાથે જુલાઈના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા અને અૉગસ્ટના ગ્રાહક ફુગાવાના આંકને સુધારીને અનુક્રમે 1.2 ટકાથી 0.9 ટકા અને 3.36 ટકાથી 3.28 ટકા કરવામાં આવ્યા છે. ગયા જૂન માસમાં 48 મહિનાના નીચલા સ્તરે ઔદ્યોગિક ઉત્પાદન રહ્યા બાદ જુલાઈમાં તે વધીને 0.9 ટકા થયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer