યુનેસ્કોને અમેરિકાની અલવિદા

નવી દિલ્હી, તા. 12 : અમેરિકા સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક અને શૈક્ષણિક એજન્સી યુનેસ્કોમાંથી ખસી ગયું છે. અમેરિકાએ આ નિર્ણય માટે યુનેસ્કોની ઈઝરાયલ વિરોધી નીતિને જવાબદાર ઠેરવી છે. 1946માં શરૂ થયેલા પેરીસ બેઝ્ડ ઓર્ગેનાઈઝેશન માટે અમેરિકાનો આ નિર્ણય ઝટકા સમાન છે કારણ કે યુનેસ્કોના નાણાકીય ભંડોળનો પાંચમો ભાગ અમેરિકા તરફથી આવતો હતો. નિયમ પ્રમાણે વાર્ષિક 80 મીલીયન ડોલરની નાણાકીય સહાય પુરી પાડતું અમેરિકા ડિસેમ્બર 2018 સુધી યુનેસ્કોનું સભ્ય બની રહશે. યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઈરીના બોકોવાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, વિશ્વ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યંy છે તેવા સમયે દુનિયામાં શિક્ષણ અને શાંતિ ફેલાવવા અને સાંસ્કૃતિક ધરોહરોને જાળવવા માટે કામ કરતી યુનોની સંસ્થામાંથી અમેરિકાનો ખસી જવાનો નિર્ણય ખેદજનક છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકા ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી સ્વૈચ્છિક રીતે ખસી ગયું છે.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer