રાહુલ ગાંધી વડા પ્રધાન ન બને ત્યાં સુધી ઉઘાડા પગે ફરવાની પ્રતિજ્ઞા

રાહુલ ગાંધી વડા પ્રધાન ન બને ત્યાં સુધી ઉઘાડા પગે ફરવાની પ્રતિજ્ઞા
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 12 : છોટા ઉદેપુર તેમ જ બોડેલી ખાતે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો એક ચાહક સમગ્ર દેશમાં ત્રણ વર્ષથી જ્યાં જ્યાં સભા થાય ત્યાં કૉંગ્રેસના ખેસ જેવાં ત્રિરંગી કપડાં સીવડાવી કૉંગ્રેસ પાર્ટીનો ધ્વજ લઈ પહોંચી જાય છે. 
ત્રણ વર્ષથી તેણે પગમાં ચંપલ પણ પહેર્યાં નથી. રાહુલ ગાંધી વડા પ્રધાન બનશે તો જ ચંપલ પહેરીશ તેવી ટેક તેણે લીધી છે. આ યુવાને એલએલબીનો અભ્યાસ કર્યો છે. 
છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા રાહુલ ગાંધી સાથે હરિયાણાના જીંદ જિલ્લાનો દિનેશ શર્મા નામનો આ એક અનોખો ચાહક પણ આવી પહોંચ્યો હતો. તેને બોડેલીની સભામાં તેમ જ છોટા ઉદેપુર ખાતે મુખ્ય માર્ગ ઉપર કૉંગ્રેસના ખેસ જેવાં ત્રિરંગી કપડાં પહેરીને કૉંગ્રેસનો ત્રણ મીટર જેટલો મોટો ઝંડો વાસની લાકડીમાં ભરાવી મુખ્ય માર્ગ ઉપર તેને લહેરાવીને રાહુલ ગાંધી તેમ જ નેતાઓ અને કાર્યકરોને કૉંગ્રેસનું જોમ પૂરું પાડતો હોય તે રીતે ઝંડો લહેરાવ્યો હતો. વરસાદ હોય કે ગરમી કે ઠંડી હોય ચંપલ પહેર્યાં વિના ચાલતો રહ્યો છું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer