વડોદરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22મીએ રૂા.1222 કરોડનાં કામોનું ખાતમુર્હૂત-લોકાર્પણ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા.18 : વડા પ્રધાન મોદી તા.22મીના રવિવારના રોજ વડોદરા આવી રહ્યા છે અને નવલખી મેદાને જાહેરસભાને સંબોધવાના છે. તેમના હસ્તે શહેરની સિકલ બદલી નાખનારા રૂા.1,222 કરોડ ઉપરાંતના વૈવિધ્યતાસભર પ્રોજેકટના ખાતમુહૂર્ત  અને લોકાર્પણ કરાશે. 
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેકટના મોદીના હસ્તે લોકાર્પણ કરાવવા તેમ જ ભવિષ્યમાં હાથ ધરાનાર પ્રોજેકટના ખાતમુર્હૂત  માટેની યાદી બનાવવાની પૂરજોશમાં તૈયારી કરી લીધી છે. જે મુજબ મોદીના હસ્તે કુલ રૂા.1222 કરોડ ઉપરાંતના કામોનું ખાત મુર્હૂત અને લોકાર્પણ કરાશે. જેમાં મનિષા ચોકડીથી ગેંડા સર્કલ સુધીનો સૌથી લાંબો 3.5  કિ.મી.નો ફલાય ઓવર બ્રિજ કે જે રૂા.2228.18 કરોડના ખચે બનશે તેનું ખાત મુર્હૂત  કરાશે. તે સિવાય રૂા.225 કરોડના જન મહલ પ્રોજેકટ, કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના રૂા.240 કરોડનો પ્રોજેકટ, રૂા.35 કરોડના સુશેન ઓવર બ્રિજ, રૂા.38 કરોડના ખર્ચે સુરસાગર તળાવનું બ્યુટી ફિકેશન, રૂા.165 કરોડનો મહી વોટર સપ્લાય સ્કીમના પ્રોજેકટ, નિઝામપુરા ખાતે બનનાર ઝોનલ  ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ સહિતના કામોનું ખાત મુહૂર્ત કરાશે. તે ઉપરાંત રૂા.96 કરોડના ખર્ચે બનેલ સિટી કમાન્ડ સેન્ટર , રૂા.6 કરોડના ખર્ચે બનેલ કમાટીબાગના પ્લોનેટોરિયમ, રૂા. 1.5  કરોડના ખર્ચે  બનેલ ટુરિસ્ટ ઈમ્ફોર્મેશન સેન્ટર, રૂા.7.5 કરોડના ખર્ચે તૈયાર  થયેલી માંજલપુર હાઉસિંગ  સ્કીમનું લોકાર્પણ કરાશે. ઉદ્ઘાટનો અને ખાતમૂર્હૂતોના કામોની યાદી સમ્યાંતરે વધતી જ જાય છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer