બોફોર્સ કેસમાં ખાનગી તપાસકારની માહિતીના આધારે સીબીઆઈ તપાસ હાથ ધરશે

નવી દિલ્હી, તા. 18 : સેન્ટ્રલ બ્યૂરો અૉફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ આજે જણાવ્યું હતું કે સપ્તાહના આરંભે ન્યૂઝ ચૅનલ `િરપબ્લિક' સાથેના ઇન્ટરવ્યૂમાં ખાનગી તપાસકાર માઇકલ હર્ષમેને આપેલી માહિતી મુજબ બોફોર્સ કેસને લગતી હકીકતો તેમ જ સંજોગોની તે તપાસ કરશે.
સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાલે જણાવ્યું હતું કે `સીબીઆઈ' દ્વારા યોગ્ય પ્રક્રિયા કરી આ અંગેની તપાસ હાથ ધરવામાં આવશે.
હર્ષમેને ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ બોફોર્સ કેસમાં જુબાની આપવા તેમ જ ભારતીય એજન્સીઓને મદદ કરવા માટે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રાજીવ ગાંધી સરકારમાંના તત્કાલીન નાણાપ્રધાન વી. પી. સિંહે કેટલીક બાબતો જાણવા માટે 1986માં મારી સેવા લીધી હતી. હર્ષમેનના જણાવવા મુજબ આ તપાસમાં ભારત સાથેના સંરક્ષણ સોદા માટે બૅન્કો મારફત બોફોર્સે લાંચ ચૂકવી હોવાના નિર્દેશો મળ્યા હતા.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer