ઈરાકમાં લાપતા 39 ભારતીયોના પરિવારો પાસે ડીએનએ સેમ્પલ મગાવાયાં


 
નવી દિલ્હી, તા. 22 : ઈરાકના મોસુલમાં ત્રણ વર્ષ પહેલા લાપત્તા થયેલા 39 ભારતીયોના પરિવારોને સરકારે ડીએનએના નમૂના આપવા કહ્યું છે. જો કે આ નમૂના મગાવવાનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. મોસુલમાં આઈએસએ કબ્જો કર્યા બાદ આ તમામ ભારતીયો લાપત્તા બન્યા હતા. આ 39 ભારતીયોમાંથી મોટાભાગના પંજાબના છે અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી. હવે મોસુલને આતંકી સંગઠન આઈએસઆઈએસથી મુક્ત કરાવવામાં આવ્યું હોવાથી પરિવારજનોમાં આશા જાગી છે કે લાપત્તા ભારતીયો પરત ફરશે. જો કે સરકાર તરફથી ડીએનએ નમૂના મંગાવવામાં આવતા આશ્ચર્ય ફેલાયું છે.અગાઉ ભારતની મુલાકાતે આવેલા ઈરાકના વિદેશ મંત્રી ઈબ્રાહીમ અલ ઝાફરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 39 ભારતીયો અંગે તેઓની પાસે કોઈપણ જાણકારી નથી.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer