જમ્મુ-કાશ્મીર : કુલગામમાં આતંકી ઠાર, એક જવાન શહીદ

શ્રીનગર,તા.14: જમ્મુ-કાશ્મીરનાં કુલગામમાં ચાલતી એક અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ ઘર્ષણમાં એક જવાન પણ શહીદ થઈ ગયો છે. કુલગામનાં નૌબગકુંડ ગામમાં આતંકવાદીઓ સામે ગોળીબારમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ગામમાં કેટલાંક આતંકીઓ ભરાયા હોવાની બાતમીનાં આધારે આજે સવારથી ગામની ઘેરાબંધી કરી લેવામાં આવી હતી અને તલાશી અભિયાન ઉપાડવામાં આવ્યું હતું. જેમા ભીંસાયેલા આતંકીઓએ ગોળીબાર ચાલુ કરી દેતાં અથડામણ થઈ હતી. બીજીબાજુ પુલવામાનાં ત્રાલમાં પણ આવી જ રીતે એનકાઉન્ટર ચાલી રહ્યું છે અને ત્યાં કેટલાં આતંકવાદીઓને ઘેરવામાં આવ્યા છે તે હજી સ્પષ્ટ નથી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer