અમે અત્યારે લગ્ન કરવાના નથી : રાજકુમાર રાવ

અમે અત્યારે લગ્ન કરવાના નથી : રાજકુમાર રાવ
એક  નાનકડા શહેરમાંથી આવીને રાજકુમાર રાવે બોલીવૂડમાં ઘણી લાંબી મજલ કાપી છે. તેની છેલ્લી ફિલ્મ `ન્યૂટન'ને તો ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી હોઈ રાજકુમારે 2017માં બેક-ટુ-બેક સફળ ફિલ્મો આપી છે, જેમાં `ટ્રેપ્ડ' `બરેલી કી બરફી' અને `ન્યૂટન'નો સમાવેશ થાય છે.
રાજકુમાર રાવ હવે તેની વેબ સિરીઝ `બોઝ ડેડ / એલાઈવ'ની તૈયારીમાં પડયો છે, જે સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત છે તેની ગર્લફ્રેન્ડ પાત્રલેખા વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે તે અદ્ભુત અભિનેત્રી છ.ઁ જોકે તેઓ લગ્ન ક્યારે કરશે એવા સવાલના જવાબમાં રાજકુમારે કહ્યું કે `અમે અત્યારે લગ્ન કરવાના નથી કેમ કે અમારું બધું ધ્યાન અમારી કારકિર્દી પર છે.'

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer