આરાધ્યાના બર્થડેની ગુરુવારે થશે ઉજવણી

આરાધ્યાના બર્થડેની ગુરુવારે થશે ઉજવણી
આ વર્ષે ઐશ્વર્યા રાય - બચ્ચનના પિતાશ્રી કૃષ્ણરાજ રાયનું અવસાન થવાને કારણે તેમના વેવાઈ અર્થાત્ અમિતાભ બચ્ચને પોતાનો 75મો જન્મદિવસ ઊજવ્યો ન હતો અને તેને બદલે સમગ્ર બચ્ચન પરિવારે માલ્દીવ્ઝની સહેલગાહ માણી હતી. જોકે હવે ઐશ્વર્યા રાય ઈચ્છે છે કે તેની પુત્રી આરાધ્યાનો છઠ્ઠો જન્મદિવસ ઠાઠમાઠથી મનાવવામાં આવે.
એક સૂત્રના જણાવવા મુજબ તેમણે બચ્ચન પરિવારના જૂના બંગલા `પ્રતીક્ષા'માં આરાધ્યના બર્થડેની ઉજવણી કરવાનું ઠરાવ્યું છે અને તે માટેની નિમંત્રણપત્રિકા આરાધ્યાની તમામ બહેનપણીઓ ઉપરાંત સંબંધિતોને મોકલવામાં આવી છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer