હેલ બેરીએ આયુર્વેદ સારવાર માટે લીધી કેરળની મુલાકાત

હેલ બેરીએ આયુર્વેદ સારવાર માટે લીધી કેરળની મુલાકાત
જૅમ્સ બોન્ડની ફિલ્મમાં કામ કરી ચૂકેલી હોલીવૂડની અભિનેત્રી હેલ બેરીએ તેની ભારતની સર્વપ્રથમ મુલાકાત દરમિયાન કેરળમાં વીકેન્ડ ગાળ્યું હતું. જોકે, આમ કરવા પાછળનો તેનો ઉદ્દેશ નવયૌવન પ્રાપ્ત કરવા માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ મેળવવાનો હતો. તેણે 10મી નવેમ્બરે મરારીકુલમમાં આવેલા કૅરનોસ્ટી આયુર્વેદ ઍન્ડ વેલનેસ રિસોર્ટમાં જઈ ત્યાંનું આતિથ્ય માણવાની સાથોસાથ આયુર્વેદિક  સારવાર લીધી હતી. આ ઉપરાંત હેલ બેરીએ કેરળના કેટલાક બીચની પણ મોજ માણી હતી, જે સમગ્ર ભારતમાં આવેલા સૌથી રમણીય અને સ્વચ્છ બીચ છે. હેલ બેરીના ભારતીય પ્રશંસકોએ પણ તેનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પહેલાં તેણે 8 નવેમ્બરે મુંબઈમાં બે દિવસ ગાળ્યા હતા.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer