નાગરિક બાદ હવે મિલકતો માટે પણ આધાર

રહેણાક અને ધંધાના સ્થળને ડિજિટલ એડ્રેસ આપવા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા કવાયત
નવી દિલ્હી, તા. 16 : આધાર કાર્ડની જેમ હવે સરકાર રહેણાક અને ધંધાના સ્થળનું સરનામું પણ ડિજિટલ કરવાની દિશામાં કામગીરી કરી રહી છે. આ પ્રોજેક્ટમાં મિલ્કતોને 6 અક્ષરોનું ડિજિટલ નામ અપાશે. આ ડિજીટલ નામ વડે માલીકી હક, મિલ્કતનું ટાઈટલ વગેરે વિગતો જાણી શકાશે. સંચાર મંત્રાલયે પ્રાથમિક તબક્કે બે પિનકોડ ઉપર પ્રોજેક્ટ શરૂ કરવા પોસ્ટ વિભાગને આદેશ આપ્યો છે. પ્રાયોગીક ધોરણે થતી કામગીરી સફળ રહેતા દેશભરમાં મિલ્કતો માટે ડિજિટલ સરનામાની પ્રણાલી શરૂ કરી દેવામાં આવશે. અલગ અલગ પ્રકારના ઈ-લોકેશનનો મુખ્ય હેતુ મિલ્કત સબંધી વિવિધ વિગતોના એકત્રીકરણનો છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer