અંબાણી કુટુંબ એશિયામાં સૌથી અમીર

અંબાણી કુટુંબ એશિયામાં સૌથી અમીર
નવી દિલ્હી, તા. 16 : રિયાલન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીનો પરિવાર એશિયાનો સૌથી ધનવાન પરિવાર છે. ફોર્બ્સ મેગેઝિનની એશિયાના સૌથી  અમીર 50 પરિવારની યાદીમાં અંબાણી કુટુંબ અવ્વલ સ્થાને છે.
ભારતનો આ અગ્રણી ઉદ્યોગપતિ પરિવાર 2.91 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ ધરાવે છે. ગત વર્ષની તુલનાએ અંબાણી કુટુંબની સંપત્તિમાં 74 ટકાનો વધારો થયો છે. મતલબ કે, તેમની મિલકત 1.23 લાખ કરોડ રૂપિયા વધી છે.
ફોર્બ્સ દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, એશિયાના સૌથી ધનાઢ્ય 50 પરિવારોની કુલ સંપત્તિ 45.43 લાખ કરોડ હોવાનું જણાવાયું છે, જે ગત વર્ષની તુલનાએ 35 ટકા જેટલી વધી છે.
 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer