પારસી મહિલાએ લગ્નવિચ્છેદ માટેની પીએમડીએ જોગવાઈઓને પડકારી

નવી દિલ્હી, તા. 17 : ટ્રિપલ તલાકની રીતરસમ સામે મુસ્લિમ મહિલાઓના સફળ આંદોલનથી પ્રેરાઈને પારસી મહિલાએ પારસી મેરેજ ઍક્ટ અને ડિવૉર્સમાંની (પીએમડીએ) કેટલીક જોગવાઈઓની કાયદેસરતા સાથે સુપ્રીમ કોર્ટમાં સવાલ ઉઠાવ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે પારસી કોમના પરિણીત યુગલો માટે છૂટાછેડા લેવાની પ્રક્રિયા જટિલ હોવાનું લાગે છે.
નાઓમી શેમ ઇરાનીએ પારસી લગ્ન સંબંધીનો કેસ મુંબઈ વડી અદાલતમાં માંડયો હતો, જે તેમણે 11 વર્ષ જૂના તેમનાં લગ્નગાળામાંથી વિચ્છેદ થવા અદાલતની દાદ ચાહી હતી. આ યુગલ 10 વર્ષનો પુત્ર અને 8 વર્ષની પુત્રી ધરાવે છે.
આ લગ્નવિચ્છેદના કારણો આપવાનું બાજુએ રાખી ઇરાનીએ તેના વકીલ નીલા ગોયલે દ્વારા એમ કહ્યું કે 1938ના પર્સનલ લૉ હેઠળની આ પદ્ધતિ અત્યંત અગવડભરી છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer