આજે વિધાન પરિષદની પેટાચૂંટણી : લાડનો વિજય નિશ્ચિત

મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષના પ્રમુખ નારાયણ રાણેએ વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ હવે આ જગા માટેની ચૂંટણી આવતી કાલે (ગુરુવાર) યોજાવાની છે. આ જ પાર્શ્વભૂમિ પર તેમ જ આગામી શિયાળુ સત્રને ધ્યાનમાં રાખી આજે તમામ વિરોધ પક્ષના નેતાઓ અને વિધાનસભ્યોની બેઠક યોજાશે.
આ બેઠક સાંજે 6.00 વાગ્યે વાય. બી. ચવ્હાણ સભાગૃહમાં યોજાવાની હોઈ ખરેખર તો ભાજપ આ પેટાચૂંટણીમાં નારાયણ રાણેને ઉમેદવારી આપશે એવી અટકળોને કારણે તેમાં સર્વેને ભારે રસ જાગ્યો હતો, પરંતુ શિવસેનાના જોરદાર વિરોધને ધ્યાનમાં લઈ ભાજપે પ્રસાદ લાડને ઉમેદવારી આપી હતી અને તેને પગલે કૉંગ્રેસે ભૂતપૂર્વ વિધાનસભ્ય દિલીપ માનેને પોતાના ઉમેદવાર બનાવ્યા. આ સમગ્ર પાર્શ્વભૂમિને ધ્યાનમાં લેતાં આજની બેઠકથી વિરોધ પક્ષના જૂથમાં કુતૂહલ નિર્માણ થયું છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer