ગુજરાતની ચૂંટણીમાં વિકાસ અને મોંઘવારી મુખ્ય મુદ્દા : સર્વે

નવી દિલ્હી, તા. 6 : ગુજરાતમાં વિકાસને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુધ્ધ ચાલી રહ્યું છે. વિકાસના મામલે પુછાયેલા એક સવાલના જવાબમાં 35 ટકા લોકોએ ગુજરાતના વિકાસ મોડેલને મુદ્દો બનાવ્યો હતો જ્યારે 15 ટકા મતદારોના મતે મોંઘવારીનો મુદ્દો વધારે મોટો છે. 
આ ઉપરાંત સર્વેના અનુમાન પ્રમાણે પટેલ સમુદાય ક્યા પક્ષ ઉપર વધારે ભરોસો કરે છે તેના જવાબમાં 55 ટકા લોકોએ ભાજપના પક્ષમાં જવાબ આપ્યો હતો. બીજી તરફ 23 ટકા લોકોના કહેવા પ્રમાણે પટેલ સમુદાય માટે કોંગ્રેસ યોગ્ય છે. હાર્દીક પટેલનો પડઘો ચૂંટણીમાં પડી રહ્યો છે પરંતુ મતદારો ઉપર અસર છોડવામાં હાર્દીક નાકામ રહ્યો હોવાનું ઓપિનિયન પોલમાં બહાર આવ્યું છે. 60 ટકા લોકોના કહેવા પ્રમાણે તેઓ હાર્દીકના કહેવા ઉપર કોંગ્રેસને મત આપવા નહી જાય. બીજી તર. 20 ટકા લોકો હાર્દીકને અનુસરવા માટે તૈયાર છે. 
ચૂંટણીમાં હાર્દીક, અલ્પેશ અને જિગ્નેશે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. આ સ્થિતીમાં લોકો પણ કહી રહ્યા છે કે, કોંગ્રેસને ફાયદો થશે. સર્વે પ્રમાણે 55 ટકા લોકોના મતે સમર્થનથી કોંગ્રેસને ફાયદો થશે અને 30 ટકા લોકોના કહેવા પ્રમાણે ફાયદો થવાનો નથી. 
નોટબંધીને લઈને પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ થઈ રહી છે. જો કે 58 ટકા લોકો નોટબંધીના સમર્થનમાં છે અને 25 ટકા લોકો માને છે કે, નોટબંધીથી કોઈ ફાયદો થયો નથી. આ ઉપરાંત જીએસટીને લઈને ભાજપને નુકશાન થવાનો અંદાજ છે કારણ કે, 50 ટકા લોકો જીએસટી માટે હકારાત્મક પ્રતિભાવ ધરાવે છે પણ તેની અમલવારીની પધ્ધતિથી નાખુશ છે.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer