જ્યારે સલમાનને નાચતો જોઈ કેટરિનાની આંખ છલકાઈ

જ્યારે સલમાનને નાચતો જોઈ કેટરિનાની આંખ છલકાઈ
સલમાન ખાન અને કૅટરીના કૅફ લાંબા સમય બાદ સોમવારે રેમો ડિસુઝા અને ટૅરેન્સ લુઈસના ડાન્સ શો `ડાન્સ ચેમ્પિયન્સ'માં સાથે જોવા મળ્યા હતા. છેલ્લા થોડાક દિવસોથી સલમાનનું ગળું ખરાબ થઈ ગયું હોવા છતાં તે ડાન્સ એપિસોડનું શૂટિંગ કરવા માટે બરાબર સાંજે આઠ વાગે સૅટ પર પહોંચી ગયો હતો.
સૂત્રોના જણાવવા મુજબ તેમના `પુનર્મિલન' પર કૅટરીના ખૂબ જ ઈમોશનલ બની ગઈ હતી અને ફિલ્મ `તેરે નામ'ના ટાઈટલ ટ્રેક પર સલ્લુમિયાંને ડાન્સ કરતાં જોઈ તેની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા. વર્ષ 2003ની આ ફિલ્મમાં સલમાન ખાન અને ભૂમિકા ચાવલા મુખ્ય `ભૂમિકા'માં હતા. જોકે, લાગણીવશ બની ગયેલી કૅટરીનાને શાંત પાડતાં સલ્લુમિયાને 10 મિનિટ લાગી હતી અને શૂટિંગમાં તેને કારણે ખલેલ સર્જાવા પામી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer