ડોપિંગને લીધે વિન્ટર અૉલિમ્પિકમાંથી રશિયા બહાર

ડોપિંગને લીધે વિન્ટર અૉલિમ્પિકમાંથી રશિયા બહાર
મોસ્કો, તા.6: વિન્ટર ઓલિમ્પિક 2018માંથી ડોપિંગકાંડને લીધે રશિયા બહાર થઇ ગયું છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિની બેઠકમાં રશિયાને દક્ષિણ કોરિયાના પ્યોંગપ્યોંગમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિક 2018માંથી સંપૂર્ણ રીતે બહાર રાખવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા જ્યારે રશિયના સોચ્ચિ ખાતે 2014ના વિન્ટર ઓલિમ્પિકમાં તેના ખેલાડીઓ ડોપિંગમાં ઝડપાયા હતા ત્યારે ક્રેમલીન સરકારે ઢાંકપીછોડો કર્યોં હતો. 2016ના સમર ઓલિમ્પિક (રિયો)માં રશિયાએ 19 ગોલ્ડ સહિત કુલ બાવન મેડલ જીત્યા હતા.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer