સ્ટીલના વેપારીઓ સાથે પોણા ચાર કરોડની છેતરપિંડી


અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : વીમા વેપારી એસોસિયેશનના સભ્યો અને બીજા વેપારીઓ પાસેથી ક્રેડિટ પર સ્ટીલ મટીરિયલ્સ લઈ શરૂઆતમાં ઇન્વોઈસ પેમેન્ટ કરી તેઓનો વિશ્વાસ સંપાદન કર્યા પછી ભારે પ્રમાણમાં ક્રેડિટ પર સ્ટીલ મટીરિયલ લઈ તે માલ ઓછા કિંમતે રોકડમાં વેચી બિલ ન બનાવતા રૂા. 3,76,68,230ની છેતરપિંડી કરનાર ત્રણ શખસોની પોલીસ શોધ ચલાવી રહી છે. પાયધુની પોલીસ સ્ટેશને વેપારી અશોક વિરાટ શાહ (33)ની ફરિયાદ પરથી છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer