શૅરબજારમાં ઝડપી પ્રત્યાઘાતી સુધારો


મુંબઈ, તા. 7 : શૅરબજારમાં આજે સવારે ઝડપી પ્રત્યાઘાતી સુધારો થયો હતો. બજારમાં ગઈકાલનો નોંધનીય ઘટાડો જાણે ધોવાઈ ગયો હોય અને આરબીઆઈ દ્વારા વ્યાજદર યથાવત્ રાખવાની વાત વિસારે પડી હોય તેમ બજારનો બેન્ચમાર્ક સેન્સેક્ષ સવારે 10 વાગે 157 પોઈન્ટ્સ અને નિફ્ટી 50 પોઈન્ટ્સ ઊંચકાઈ અનુક્રમે 32754 અને 10094ની સપાટીને સ્પર્શ્યો હતો. વાસ્તવમાં વિદેશના બજારો એકંદરે મિશ્ર પ્રકારના હતા. અમેરિકાનો ડાઊજોન્સ અને એસ ઍન્ડ પી બન્ને નરમ હતો તો નાસ્દાક થોડો સુધારા તરફી હતો. એશિયન બજારોમાં શાંઘાઇ કોસ્પી નરમ તો નિક્કી અને હૅંગસૅંગ મજબૂત હતા. સ્થાનિકમાં આજે સવારે કેપિટલ ગુડ્ઝ, પાવર, અૉઈલ-ગૅસ અને પીએસયુ ભાવાંકો વૃદ્ધિતરફી હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની લેવાલીએ પણ બજારને ટેકો મળી ગયો હતો.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer