વિખરાયેલા કલાકાર દંપતી કમલ હાસન અને સારિકાની ચુલબુલી પુત્રી શ્રુતિને તેનો મનનો માણિગર મળી ગયો છે. જી હાં, શ્રુતિ આજકાલ બ્રિટિશ યુવક માઈકલ કોર્સલે સાથે સ્ટેડી રિલેશનશિપમાં છે અને તાજેતરમાં બંને જણા શ્રુતિના ખાસમખાસ દોસ્ત-તામિલ અભિનેતા એ. કન્નદાસનના થયેલા વિનોદિની સુરેશ સાથેના લગ્નમાં સાથે જોવા મળ્યાં હતાં.
તેમણે મહેંદી, સંગીત, ફેરા તેમ જ રિસેપ્શન જેવી તમામ વિધિઓને નિહાળી અને માણી હતી. ખૂબીની વાત એ છે આ લગ્નવિધિઓ વખતે માઈકલે દક્ષિણ ભારતના લગ્નનો પરંપરાગત પહેરવેશ `વેષ્ટી' પરિધાન કર્યો હતો. જોકે, હાસન પરિવારની સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ શ્રુતિ અને માઈકલનો હાલતુરત લગ્ન કરવાનો કોઈ જ ઈરાદો નથી.
શ્રુતિને મળી ગયો તેના મનનો માણિગર
