200 વિકેટ પૂરી કરનારો બોલ્ટ છઠ્ઠો કિવિ બૉલર

200 વિકેટ પૂરી કરનારો બોલ્ટ છઠ્ઠો કિવિ બૉલર
હેમિલ્ટન તા.12: ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટે તેના ટેસ્ટ કેરિયરની 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. આવી સિધ્ધિ હાંસલ કરનારો તે છઠ્ઠો કિવિ બોલર બન્યો છે. બોલ્ટે આજે વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધના બીજા ટેસ્ટ દરમિયાન ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને 200 વિકેટ પૂરી કરી હતી. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ સર રિચર્ડ હેડલીના નામે 431 છે. આ પછી ડેનિયલ વિટ્ટોરી (361), ક્રિસ માર્ટિન (233), ક્રિસ કેઇન્સ (218) અને ટિમ સાઉધી (208) છે. બોલ્ટે તેના બાવન મેચમાં 200 વિકેટ પૂરી કરી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer